દારૂ નો નશો રાશી પ્રમાણે થાય છે, જુઓ આ મેસેજ
"દારૂ નો નશો રાશી પ્રમાણે થાય છે, જુઓ આ મેસેજ"
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ દારૂ પીવાની કેપિસિટી ઉપર પણ રાશિ અસર કરે છે. ઘણા જાતકો દારૂ પીને ઢીંગલી થઈ જાય છે તો કોક સમયભાન ભૂલી કરે છે બાલીશ હરકતો. ચાલો જાણીએ કઈ રાશિના જાતકો કેવુ રિએક્ટ કરે છે.
મેષ
એકવાર તમને થોડો નશો ચડે એટલે તમે ખૂબ જ બિંદાસ્ત થઈ જાવ છો. એટલી હદે કે તમે તમારા મિત્રોને પણ થોડા વધારે ડ્રિંક્સ કે શોટ્સ માટે મનાવી શકો છો. ખૂબ જ સમજી વિચારીને પીતા લોકોને પણ તમે તમારી હદ સુધી પીવડાવી શકો છો. એકવાર તમને નશો ચડી જાય પછી તમે મજાકિયા બની જાવ છો. તમને એ હાલતમાં રમતો રમવી ખૂબ જ ગમે છે અને તેઓ આ સમયે બધુ ખૂલીને બોલી શકે છે.
વૃષભ
તમે શરૂઆતમાં શાંત જણાવ છો પરંતુ તમે જેમ જેમ શોટ્સ મારતા જાવ છો તેમ તેમ તમને હેન્ડલ કરવા અઘરા પડી જાય છે. આ સમયે તેમના મિત્રોના આ રાશિના લોકોને પગ લથડવા માંડે ત્યાં સુધી દારૂ પીવો ગમે છે. તેમને આ ચીજમાં રાહત મળે છે અને ઘણીવાર તેઓ દારૂ પીધા પછી ગરમી લાગવાને કારણે પોતાના કપડા પણ હટાવી દેતા હોય છે.
મિથુન
આ રાશિના જાતકોના સ્વભાવમાં પીધા પછી ખાસ ફરક નથી પડત પરંતુ ધીરેધીરે તેઓ વધારે વાતો કરવા માંડે છે. આવા સમયે તમે તમારી ખાનગી વાતો પણ જાહેર કરી દો તેવી શક્યતા રહેલી છે. પીધા પછી વૉમિટ કરવામાં પણ આ રાશિના જાતકો અવ્વલ હોય છે.
કર્ક
આ રાશિના જાતકો સૌથી વધારે દારૂ પી શકે છે અને પાર્ટીમાં જાન ફૂંકી દે છે. તેમને જોઈને બીજા પણ ખુશ થઈ જાય છે. પરંતુ તમે જેમ જેમ દારૂની માત્રા વધારતા જાવ છો તેમ તેમ તમારુ દુઃખ તમારા પર હાવી થઈ જાય છે. જેને કારણે તમે ક્યારેક નાના બાળકની જેમ રડવા માંડો છો અથવા તો તમને દારૂ પીરસવાની ના પાડનાર બાર ટેન્ડર પર પણ બૂમ બરાડા પાડવા માંડો છો.
સિંહ
આ રાશિના જાતકોનું આલ્કોહોલ માટેનું એપેટાઈટ ઘણું સારુ હોય છે. તેઓ પોતે હેવી ડ્રિન્કર હોવાની વાતમાં ગર્વ લે છે. વાસ્તવમાં બે બિયર પિન્ટ પછી જ તેઓ ફૂલ થઈ જતા હોય છે. તેઓ લોકોની સામે પોતાની સારી ઇમેજ જાળવી રાખવાની કોશિશ કરે છે પરંતુ અંતે મૂર્ખા ઠરે છે. જો કે આ રાશિના જાતકોને એ વાત સારી પેટે ખબર હોય છે કે તેમણે ક્યાં લાઈન દોરવાની છે. તેઓ દારૂના નશામાં પણ તેમની એટિકેટ ભૂલતા નથી.
કન્યા
આ રાશિના જાતકો ભાગ્યે જ નશામાં ચૂર થાય છે. તેઓ લોકોના જૂથમાં પીવા કરતા એકલા અટૂલા પીવાનુ પસંદ કરે છે. આ સમયે તમે તેમને વાત કરાવશો તો તે એવી કેટલીક વાત કરશે જેનાથી તમારુ દિલ દૂભાઈ શકે છે. ઘણીવાર બોલતા બોલતા તેમા શબ્દો લથડી જતા હોય છે આમ છતાંય તેઓ બીજાને કમ્ફર્ટેબલ ફીલ કરાવવાનો પ્રયત્ન કરે છે.
તુલા
આ રાશિના જાતકો પીધા પછી પોતાનું બેલેન્સ ગુમાવી દે છે. આમ તો તેઓ હંમેશા પોતાની જાત પર નિયંત્રણ રાખતા હોય છે પરંતુ જ્યારે તેઓ પીવે ત્યારે આ સ્પ્રિંગ છટકે છે અને તેઓ મુશ્કેલીજનક પરિસ્થિતિમાં પણ મૂકાઈ જાય છે. જો કે તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર આવતા પણ સારી પેઠે જાણે છે.
વૃશ્ચિક
આ રાશિના જાતકો મજાકિયા, સેક્સી અને એટ્રેક્ટિવ હોય છે. જો કે તેઓ માપમાં પીવામાં નથી માનતા. તેઓ ક્યાં તો બિલકુલ નથી પીતા અને જો પીવાનું શરૂ કરે તો તેનું કોઈ માપ રહેતુ નથી. પરંતુ આવા સંજોગોમાં તમે શું બોલો છો તેના પર ખાસ ધ્યાન રાખવુ કારણ કે તમે એવી કેટલીક વાત જાહેર કરી શકો છો જેનો પાછળથી તમને પસ્તાવો થશે.
ધન
તમે નશામાં હોવ ત્યારે તમારી પ્રામાણિકતા તમારા સંબંધો બગાડી શકે છે. આ રાશિના લોકો દારૂ પછી ખૂબ જ હાઈપર થઈ જાય છે અને એવુ વર્તન કરે છે કે તેમના મિત્રો કે સાથે બેઠેલા લોકો ઓકવર્ડ ફીલ કરવા માંડે છે. તેઓ કેટલીક વાર એવુ બોલી જાય છે જેને કારણે બીજા લોકોને ખૂબ જો ખોટુ લાગી જાય અને સંબંધો કાયમ માટે બગડી જાય.
મકર
શરૂઆત તેઓ ક્લાસી ડ્રિન્કર તરીકે કરે છે. તેમને ખબર હોય છે કે તેમને કેટલુ પીવુ છે. પરંતુ ધીરેધીરે તેઓ વધારેને વધારે ડ્રિન્ક લેતા જાય છે. આ સંજોગોમાં તેમના ફ્રેન્ડ્સ પણ તેમને રોકે તો તે કોઈનુ સાંભળવા રોકાતા નથી અને પોતાના મનનું ધાર્યુ જ કરે છે.
કુંભ
આ રાશિના લોકો એકવાર ટિપ્સી થઈ જાય પછી એક ખૂણામાં બધાની નજરથી દૂર જતા રહે છે અને જાત જાતના ચહેરા બનાવવાનું પસંદ કરે છે. તેઓ અમુક વાર એવી સિક્રેટ્સ પર હસતા દેખાય છે જેની કોઈને ખબર પણ નથી હોતી. વાસ્તવમાં આ રાશિના લોકો બાકી બધા લોકોને જોઈને તેમને જજ કરવામાં અને મજાક ઊડાવવામાં જ વધુ એન્જોય કરે છે.
મીન
પીવાની વાત આવે ત્યારે આ રાશિના લોકોને કોઈ પ્રમાણભાન નથી હોતુ. આ રાશિના જાતકો પીવે ત્યારે તેમની યાદશક્તિ ક્ષીણ થઈ જાય છે અને તેઓ ઘટના કે તેમની આસપાસના લોકોને પણ ઓળખી શકતા નથી.
Comments
Post a Comment